પ્રાચીમાં ૩૨મો સમૂહ લગ્નોત્સવ ૮ માર્ચ ૨૦૨૬એ યોજાશે

 પ્રાચી, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૫

સમસ્ત દેસાવર લુહાર ધર્મશાળા પ્રાચી ટ્રસ્ટી મંડળ તથા સમૂહ લગ્ન સમિતિના સંયુક્ત આયોજન હેઠળ આગામી તારીખ ૮ માર્ચ ૨૦૨૬ના રોજ ભવ્ય ૩૨મો સમૂહ લગ્નોત્સવ પ્રાચી ખાતે યોજાવાનો છે.

આ પ્રસંગે સમાજના યુવક-યુવતીઓને આ સમૂહલગ્નમાં જોડાવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ૨૮ ઓક્ટોબર ૨૦૨૫થી શરૂ થશે. નોંધણી પ્રાચી મુકામે દર રવિવારે બપોરે ૨:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી કરવામાં આવશે.

સમિતિ દ્વારા સમાજના તમામ સભ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાના સગા-સંબંધીઓ, મિત્રો કે ઓળખીતાઓ જે લગ્ન ઈચ્છુક હોય અને આપણા સમાજના સભ્યો હોય, તેમને આ સમૂહલગ્નમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે.

સમિતિએ જણાવ્યું છે કે પ્રાચી ઉપરાંત આસપાસના ગામો તેમજ બહારગામમાં રહેતા સભ્યો પણ આ સમૂહલગ્નમાં ભાગ લઈ શકે છે. ઈચ્છુક સભ્યો અંગેની માહિતી સમિતિને આપવાથી તેમની મુલાકાત લઈને તેમને આ ઉત્સવમાં આમંત્રિત કરવામાં આવશે.

“સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ”ની ઉક્તિને સાર્થક બનાવતા સમાજસેવાના આ ઉમદા કાર્યમાં સહભાગી થવા માટે સૌને હાર્દિક વિનંતી કરવામાં આવી છે.

સ્થળ: પ્રાચી, તા. સુત્રાપાડા, જી. ગીર સોમનાથ

લી. સમૂહલગ્ન સમિતિ, પ્રાચી

(રિપોર્ટ : મેહુલભાઈ કારેલીયા, 🆘)

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું