રાજકોટ: ગુર્જર સુતાર સમાજના સભ્યોના લાભાર્થે માટે GHP ગ્રુપ, રાજકોટ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સમાજના જરૂરિયાતમંદ લોકો માટે વિનામૂલ્યે આંખની તપાસ, નિદાન, દવા અને ઓપરેશન કેમ્પનું આયોજન આગામી શનિવાર, સપ્ટેમ્બર 20, 2025 ના રોજ કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં આંખના વિવિધ રોગો જેવા કે મોતિયો, ઝામર, વેલ અને પરવાળાનું નિદાન અને સારવાર કરવામાં આવશે. GHP ગ્રુપે જાહેરાત કરી છે કે દર્દીઓને તમામ સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. જે દર્દીઓને ઓપરેશનની જરૂર પડશે, તેમને સંસ્થા દ્વારા નિયત સમયે વિરનગર લઈ જવામાં આવશે અને ઓપરેશન પૂર્ણ થયા બાદ પરત રાજકોટ લાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખાસ કરીને મોતિયાના દર્દીઓ માટે નેત્રમણિ પણ વિનામૂલ્યે મૂકી આપવામાં આવશે.
આ કેમ્પનો લાભ લેવા ઈચ્છુક દર્દીઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. દર્દીઓ પોતાનું નામ, નંબર અને ઉંમરની વિગતો વોટ્સએપ નંબર 81282 24365 પર મોકલીને નોંધણી કરાવી શકે છે.
આ કેમ્પનું આયોજન ગુર્જર સુતાર પ્રગતિ મંડળ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. દર્દીઓ સવારે 9:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી આ કેમ્પનો લાભ લઈ શકશે. આયોજકો યોગીનભાઈ છનિયારા, અરવિંદભાઈ ગજ્જર અને GHP ગ્રુપના અન્ય કારોબારી સભ્યોએ સમાજના દરેક સભ્યને આ સેવાભાવી કાર્યક્રમનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
આ પહેલ સમાજના લોકોને આરોગ્યની સુવિધા પૂરી પાડવા અને તેમની જીવનશૈલી સુધારવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે.
રિપોર્ટ : હિરેનભાઈ કલોલીયા, રાજકોટ
-------
Ads...