નેપાળ સરકારનો મોટો ડિજિટલ નિર્ણય: 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ


કાઠમંડુ: નેપાળ સરકારે એક સાથે 26 લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકીને ડિજિટલ જગતમાં હલચલ મચાવી છે. આ નિર્ણય બાદ ફેસબુક, ટ્વિટર (હવે X), યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવી જાણીતી એપ્સ હવે નેપાળમાં કાર્યરત નહીં રહે.

એપીના અહેવાલ અનુસાર, નેપાળ સરકારે આ પગલું દેશની ડિજિટલ સલામતી અને માહિતીના નિયંત્રણ માટે લીધું છે. પ્રતિબંધિત પ્લેટફોર્મમાં ફેસબુક, ટ્વિટર (X), યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ઉપરાંત ટિકટોક, વાઇબર અને અન્ય એપ્સનો પણ સમાવેશ થાય છે.

નોંધણી કર્યા બાદ મળી શકે છે રાહત

સરકારના નિવેદન મુજબ, ટિકટોક, વાઇબર અને ત્રણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તાત્કાલિક કામગીરી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ પ્લેટફોર્મોને સરકારમાં સત્તાવાર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. નોંધણી પૂર્ણ થયા બાદ જ તેઓને દેશમાં લાંબા ગાળે સેવા આપવાની મંજૂરી મળશે.

પ્રતિબંધનો હેતુ શું?

નેપાળ સરકારે આ પગલાનું કારણ ડિજિટલ કાયદાનું પાલન ન થવું, ખોટી માહિતીનો પ્રસાર અને સાયબર સિક્યુરિટી અંગેના વધતા ખતરાઓ બતાવ્યા છે. સરકારનું કહેવું છે કે વિદેશી પ્લેટફોર્મોને સ્થાનિક નિયમો અને નીતિઓનું પાલન કરવું જરૂરી છે.

નેપાળના યુવાનો પર અસર

આ નિર્ણયથી ખાસ કરીને નેપાળના યુવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શિક્ષણ, મનોરંજન અને કમાણીના મુખ્ય સાધનોમાંનું એક છે. ઘણાં કન્ટેન્ટ ક્રિએટર્સ અને બિઝનેસ પણ આ પ્રતિબંધથી પ્રભાવિત થવાની શક્યતા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું