તારીખ : ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ | રાજકોટ
આજ સાંજે રાજકોટમાં ઓબીસી સોશિયલ એક્ટિવિટી કમિટી દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી ગુર્જર સુથાર સમાજના નવ નિયુક્ત પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયાનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન બક્ષીપંચ સમાજના હોદ્દેદારો તેમજ વિવિધ અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રસિકભાઈ બદ્રકિયાને ફરી પ્રમુખ સ્થાને બિરાજમાન થતાં શુભેચ્છા પાઠવી અને સમાજ વિકાસ માટે તેમના આગેવાનત્વ હેઠળ નવી ઉર્જા અને દિશા મળશે તેવી આશા વ્યક્ત કરી.
કાર્યક્રમમાં સમાજના યુવાનો, વડીલો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિવિધ વક્તાઓએ પોતાના અભિપ્રાયમાં જણાવ્યું કે સમાજને એકતાના સૂત્રમાં બાંધી રાખવા, શિક્ષણ, રોજગાર અને સામાજિક સેવા ક્ષેત્રે કાર્યક્ષમ નેતૃત્વ માટે રસિકભાઈ બદ્રકિયા યોગ્ય વ્યક્તિ છે.
શુભેચ્છા પ્રસંગે સૌએ સમાજના વિકાસ માટે એકજૂટ થઈને કાર્ય કરવાનો સંકલ્પ લીધો હતો.