જૂનાગઢ જિલ્લાની ચિ.પરિ હિતેશભાઈ પંચાલ ( પીઠવા )એ લુહાર સમાજનું નામ રોશન કર્યું


જૂનાગઢ જિલ્લા ના ધોરાજીના મુળ વતની અને હાલ અમદાવાદમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા હિતેશભાઈ પંચાલ ( પીઠવા ) ની દિકરી ચિ.પરિ નાનપણથી જ ભણવામાં હોંશિયાર અને એરક્રાફ્ટની ફિલ્ડમાં રસ દાખવતી.અવનવા વિમાનની ટેકનોલોજી જાણવામાં રસ ધરાવતી ચિ.પરિએ પરીએ વેસ્ટર્ન ઇંડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ ( અંગ્રેજી માધ્યમ ) માં થી *CAR -147 Approved Basic Course* *B 1.1( Aeroplane Turbine ) Category* માં પૂર્ણ કરી ઇન્ટર્નશિપ પૂર્ણ કરી હાલ અમદાવાદ એરપોર્ટ પર નોકરી સ્વીકારી પોતાના જીવનના લક્ષ્યના પાર પાડવા આગળ વધી રહી છે.  

*એરક્રાફ્ટ મેઇન્ટેનન્સ એન્જિનિયર* બનવાનો પોતાના જીવનનો મુખ્ય ધ્યેય છે.ચિ પરિ પોતાની આ સિધ્ધિ હાંસલ કરવા ઘરકામ કરતી માતા અને પિતાની મેહનતને ગણાવે છે 

ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદા ચિ.પરિની હર મનોકામના પૂર્ણ કરે 

*માહિતી* અશોક આર.પીઠવા , વલ્લભ વિદ્યાનગર ,

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું