સમસ્ત લુહાર સમાજ મોરબી દ્વારા સમાજના આરોગ્ય સુખાકારી માટે તા. ૧૬-૧૧-૨૦૨૫, રવિવારના રોજ સવારે ૦૯ થી ૦૧ વાગ્યા સુધી વિશાળ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલની મિક્ષ ઋતુમાં વધતા રોગચાળાને ધ્યાનમાં રાખીને સમાજ દ્વારા મોરબી પંથકના લુહાર જ્ઞાતિબંધુઓ માટે સર્વરોગ નિદાન, આયુર્વેદિક દવા, ફિઝિયોથેરાપી તેમજ ફ્રી ડાયાબિટીસ ચેકઅપ જેવી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ કેમ્પ શ્રી મચ્છુકઠિયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ અને ભોજશાળા, યુનિટ–૨, શનાળા રોડ, સત્યમ પાન વારી શેરી, સરદારબાગ સામે મોરબી ખાતે યોજાયો હતો.
કેમ્પમાં આશરે 245 થી વધુ લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો, જેમાં સર્વરોગ નિદાનમાં 116, ફિઝિયોથેરાપી સારવારમાં 79 અને ડાયાબિટીસ ચેકઅપમાં 54 લોકોએ ભાગ લીધો હતો. સર્વરોગ નિદાન માટે એલોપેથીક સારવાર ડો. રાજશ્રી પરમારે આપી હતી. મહેન્દ્રસિંહજી આયુર્વેદ હોસ્પિટલ, મોરબી દ્વારા આયુર્વેદિક દવા કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો જેમાં ડો. સુનીલ કાચરોલા, ડો. સાવન પિઠવા અને અજય પિત્રોડા જોડાયા હતા.
જ્યારે મોરબીની પ્રખ્યાત JR હોસ્પિટલના ડોકટરો ડો. વિવેક પટેલ, ડો. દિપમ્ વિડજા, ડો. ચિરાગ પનારા તથા તેમના સ્ટાફ દ્વારા ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ચેકઅપ સેવા પુરી પાડવામાં આવી હતી. ફિઝિયોથેરાપી સારવાર કેમ્પમાં ડો. ભાવિકા કવૈયા અને ડો. સંકેત પિત્રોડાએ સેવા આપી હતી.
મોરબી ઉપરાંત વાંકાનેર અને ટંકારાના અનેક લુહારજ્ઞાતિ અગ્રણીઓએ પણ મુલાકાત લઈને કેમ્પનો લાભ લીધો હતો. આ સમગ્ર આયોજન શ્રી મચ્છુકઠિયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ અને ભોજશાળા મોરબી તથા LYS-SS ગૃપ “સિંહસ્થ સેના” ગુજરાત પ્રદેશ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે વિશ્વકર્મા શિક્ષણ અને ઉત્સવ સમિતિ મોરબી, વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ મોરબી, સિંહસ્થ લુહાર નારી શક્તિ દળ – મોરબી સહિતની સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો.
આ કેમ્પને સફળ બનાવવા માટે મોરબીના પત્રકાર શ્રી મયુરધ્વજ પિત્રોડા, શ્રી પિન્ટુભાઈ મિસ્ત્રી (પંકજ રાઠોડ), મનસુખભાઈ રાઠોડ, જીજ્ઞેશભાઈ મકવાણા અને શ્રી ભાવિન મારુએ વિશેષ મહેનત અને સેવા આપી હતી.
(રિપોર્ટ : શ્રી પિન્ટુભાઈ મિસ્ત્રી, મોરબી)




