મહુવા (ભાવનગર) ના શ્રી આરતીબેન પરમાર ની 'શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ'માં મુખ્ય કારોબારી સભ્ય

 ભાવનગર જિલ્લાના મહુવા ના શ્રી આરતી રૂપેશભાઈ પરમાર ની 'શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ'માં મુખ્ય કારોબારી સભ્ય તરીકે નિમણૂક.

મહુવામાં વર્ષોથી રહેતાં તેઓ પ્રતિષ્ઠિત સાહિત્યિક જ્ઞાન, કવયિત્રી અને લેખિકા એવા આરતી રૂપેશભાઈ પરમારની પ્રતિષ્ઠિત સાહિત્યિક સંસ્થા 'શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ' (ગુજરાત રાજય)માં મુખ્ય કારોબારી સભ્ય તરીકે તા:02/10/2025ના રોજ નિમણૂક કરવામાં આવી.

સાહિત્યને જીવંત રાખવાનું કાર્ય કરતી આ સંસ્થા દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે કવિ-લેખકોનું સ્નેહ મિલન, "રામસેતુ એજ નલસેતુ" કાવ્ય સ્પર્ધા ઈનામ વિતરણ સમારોહ તથા સંસ્થાનું નવું નામકરણ અને નવાં ચિહ્નનું અનાવરણ પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તેઓ દ્વારા મંચ પર સહાયક સંચાલક તરીકેની જવાબદારી પણ આપવામાં આવી હતી.આ જવાબદારી પણ તેમને નિષ્ઠાપૂર્વક ઉમળકા ભેર નિભાવી હતી.

આ પ્રસંગ પર 'શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ'ના સંસ્થાપકશ્રી મયુરભાઈ મિસ્ત્રી, પ્રદેશ પ્રમુખશ્રી નિલેશભાઈ કનાડીયા, પ્રદેશ પ્રભારીશ્રી પિન્ટુભાઈ મિસ્ત્રી તથા વિશ્વકર્મા સમાજના અગ્રણીઓ અને કવિ-લેખકો પણ હાજર રહ્યા હતાં.

કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો માં ધર્મિષ્ઠાબેન ગજ્જર (ગુજરાત સરકાર બાળ અધિકાર સંરક્ષણ કમિશનના અધ્યક્ષ), 

શાંતિલાલ ડોડીયા (ગુજરાત હાઉસિંગ બોર્ડ અધિક કલેક્ટર), ડૉ. સ્મિતાબેન સુથાર (વાસ્તુ શાસ્ત્ર નિષ્ણાંત), તેમજ કાંતિભાઈ પીઠવા (કોર્ણાક ઇન્ડસ્ટ્રીઝ) સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

જીવનમાં ડગલેને પગલે ઉતરોતર સફળતાના પડાવો સર કરી આજીવન આગળ વધતાં રહો તેવી અનંત શુભકામનાઓ 'શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ' વતી અનંત શુભકામનાઓ પણ પાઠવામાં આવી.

રિપોર્ટ - મયુરકુમાર મિસ્ત્રી

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું