જ્યારે સ્કૂલના પ્રમાણપત્ર (રિઝલ્ટ) પર “નાપાસ” શબ્દ લખવામાં આવે છે, ત્યારે તે બાળકના મન પર ઊંડો નકારાત્મક પ્રભાવ પાડી જાય છે. તે માત્ર અભ્યાસમાં નહીં પરંતુ સમાજ અને મિત્રો વચ્ચે પણ અપમાન અને હીનભાવનો અનુભવ કરાવે છે.
પરંતુ જો એ જ જગ્યાએ “ફરી વાર વધુ મહેનત સાથે પ્રયત્ન કરો” એવું લખવામાં આવે, તો બાળકને નવી હિંમત, ઉત્સાહ અને આગળના પ્રયત્નો માટે પ્રેરણા મળે છે. કારણ કે કોઈપણ પરીક્ષા જીવનનો અંત નથી, પરંતુ આગળ વધવા માટેનું એક સોનેરી પગથિયું છે.
દુનિયામાં અસંખ્ય ઉદાહરણો છે કે, શાળામાં બાળકોને ઇચ્છિત પરિણામ ન મળ્યા હોવા છતાં બાળકો જીવનના વિવિધ ક્ષેત્રોમાં ખુબજ સારામાં સારી ઊંચાઈ સર કરી શક્યા છે અને અદભુત સફળતા પ્રાપ્ત કરી છે.
તેથી વાલીઓને પણ વિનંતી છે કે, જો બાળકનું પરિણામ સંતોષકારક ન આવે તો ચિંતા કે નિરાશ થવાની જરૂર નથી. આ સમયે સંતાનોની સાથે પ્રેમથી વાત-ચીત કરવી, તેમને સમજાવવું અને ખંભે-ખંભો મિલાવીને આગળ વધવા પ્રોત્સાહિત કરવું એજ સાચી માતા-પિતાની અને શિક્ષક ની ફરજ છે.
ચાલો, આપણે સહુ સાથે મળીને આ નાનો શબ્દ બદલને બાળકોના આત્મવિશ્વાસને મજબૂત બનાવી તેમને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જઈએ.
લેખક : પ્રફુલ બી. બકરાણીયા, રાજકોટ