બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડોડગામ ગામના સુથાર પ્રકાશભાઈ દયારામભાઈએ પીએચ.ડી.ની ઉપાધિ મેળવી
મુંબઈ: ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, મુંબઈ (IIT Bombay) ખાતે યોજાયેલ 63મા દીક્ષાોત્સવ (Convocation) સમારંભમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડોડગામ ગામના રહેવાસી સુથાર પ્રકાશભાઈ દયારામભાઈએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે.
મેકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરનાર પ્રકાશભાઈએ મહેનત, પ્રતિબદ્ધતા અને સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમના આ સિદ્ધિ પર ગામડાંમાં તેમજ સમગ્ર જિલ્લામાં ગૌરવનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ અવસરે IIT Bombay ના દીક્ષાોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે મિસ્ટર અશંક દેસાઈ (Founder and Chairman, Mastek Ltd.) ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું.
સુથાર પ્રકાશભાઈની આ સિદ્ધિથી સમગ્ર સુથાર સમાજ અને બનાસકાંઠા જિલ્લાના લોકોમાં હર્ષનો માહોલ છવાઈ ગયો છે.
(માહિતી : જયંતિભાઇ સુથાર, બનાસકાંઠા)
------
Ads.