તાજેતરમાં તા:૧૬ ઓગષ્ટ ૨૦૨૫ જન્માષ્ટમીના શુભ અવસર પર શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ, ભરૂચ ના પ્રમુખ શ્રી સંદીપભાઈ નટવરલાલ પંચાલ ( પઢારિયા )ના આર્કિટેક્ટ સુપુત્ર ચિ.પ્રેયાન્સ ( ઉંમર ૨૬ વર્ષ )ને ૨૦૨૪-૨૫ નો તેઓના B.Arch ( આર્કિટેક્ટ ) અભ્યાસક્રમ પૂર્ણ થતા સ્થાનિક જ્ઞાતિજનોની હાજરીમાં શ્રી ગૌતમભાઈ લીલાધરભાઇ કવૈયા
( રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ,દહેજ જનરલ મેનેજર સેફ્ટી ડીપાર્ટમેન્ટ..) Excellence Award એનાયત કરવામાં આવ્યો. નાનપણથી જ ભણવામાં હોંશિયાર પ્રેયાન્સનુ સ્વપ્ન આર્કિટેક્ટ બનવાનું હતું.માતા શ્રીમતી બીનાબેન અને પિતા શ્રી સંદીપભાઈએ તેની આ ઇચ્છાને પરિપૂર્ણ કરવા ખૂબ જ સંઘર્ષ કરી અમદાવાદની Sal School Of Architecture માં પ્રવેશ અપાવ્યો.પોતાને ગમતી બ્રાંચમાં પ્રવેશ મળતા જ પ્રેયાન્શે પોતાની અભ્યાસક્રમની કારકીર્દિને ઝળહળતી કરી પ્રથમ વર્ષથી જ GTU અંતર્ગત આવતી તમામ આર્કિટેક્ટ કોલેજમાં પ્રથમ નંબરે પાસ થતો રહ્યો.જ્યારે કોલેજનાં બીજા વર્ષના ત્રીજા સેમેસ્ટરમાં તેને Best Photography Award થી નવાઝવામા આવ્યો.તેઓના સ્પર્ધાત્મક ફોટાને કોલેજના મેગેઝિનના ફ્રંટ પેજ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો.પોતાની શૈક્ષણિક યાત્રાને અવિસ્મરણીય બનાવી તેઓએ પરિવાર અને લુહાર સુથાર સમાજનું નામ રોશન કર્યું છે
ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાના ચરણમાં પ્રાર્થના કરીએ કે પ્રેયાન્સ પ્રગતિનાં સોપાન સર કરી પરિવાર અને લુહાર સુથાર સમાજનું નામ રોશન કરે
( માહિતી ફોટોગ્રાફ : અશોક પીઠવા,વલ્લભ વિદ્યાનગર )
---------
Ads.