સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન નો કાર્યક્રમ યોજાશે.


અમદાવાદ: સમાજમાં શિક્ષણના મહત્ત્વને ઉજાગર કરવા અને યુવા પેઢીને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે, શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ, અમદાવાદ દ્વારા આગામી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ એક ભવ્ય ઇનામ વિતરણ તથા શિષ્યવૃત્તિ પ્રદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૧૨ અને કોલેજમાં અભ્યાસ કરતા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે, અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપીને તેમનો માર્ગ સરળ બનાવવામાં આવશે.

આ ભવ્ય સમારંભનું આયોજન અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા શ્રી શ્યામ પ્રસાદ વસાવડા હોલ ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત સવારે ૧૧:૩૦ કલાકે સ્વરુચી ભોજન સાથે થશે, જ્યારે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન સવારે ૧૧:૦૦ થી ૧:૦૦ કલાક દરમિયાન ચાલશે. મુખ્ય કાર્યક્રમ બપોરે ૧:૩૦ કલાકથી શરૂ થશે, જેમાં પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, મહેમાનોનું સ્વાગત અને મુખ્ય ઇનામ વિતરણ સમારોહનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે, જેઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડશે. મુખ્ય મહેમાનોમાં શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર (અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ), શ્રીમતી આરજુબેન અલ્કેશભાઈ ગજ્જર (ડેપ્યુ. કલેક્ટર અને જીલ્લા પુર્વઠા અધિકારી), શ્રી કેતનભાઈ ગજ્જર (ઉદ્યોગપતિ, વિશ્વકર્મા મરીન પ્રા. લી.), અને શ્રીમતી જોલી નરેશભાઈ ગજ્જર (ડેપ્યુ. કમીશ્નર ઓફ સ્ટેટ ટેક્ષ)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, અતિથિ વિશેષ તરીકે પણ અનેક ગણમાન્ય વ્યક્તિઓ હાજરી આપશે, જેમાં શ્રી ભાનુબેન કિશોરભાઈ ગજ્જર (પ્રમુખ, શ્રી વિશ્વકર્મા સહિયરગૃપ), ડૉ. નીલમબેન ગજ્જર દલાલ (વિભાગના વડા, જી.ઈ.સી. પાટણ), અને અન્ય જાણીતા ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે.

સંઘના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ દેવળીયા અને માનદ્ મંત્રી શ્રી મુકેશભાઈ બિહારીલાલ સચાણીયા દ્વારા જ્ઞાતિના તમામ સભ્યોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને યુવા પેઢીને પ્રોત્સાહન આપવા માટે ગૌરવભેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું