શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ સમિતિ દ્વારા ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન


મુંબઈ: શ્રાવણ માસના પવિત્ર અવસર પર, શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ સમિતિ, વિક્રોલી (પૂર્વ) દ્વારા ભજન કીર્તનનો એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તા. ૨૪/૦૮/૨૦૨૫, રવિવારના રોજ સાંજે ૪:૦૦ થી રાત્રિના ૧૦:૦૦ વાગ્યા સુધી યોજાશે.

આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન શ્રી વિક્રોલી ગુજરાતી સાર્વજનિક મંદિર, ટાગોર નગર ખાતે કરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા તમામ ભક્તો અને ભાવિકોને આ કાર્યક્રમમાં સપરિવાર પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભક્તો ભજન-કીર્તનનો લાભ લઈ શકશે અને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કરી શકશે.

શ્રી વિશ્વકર્મા મનુ પંચાલ કમિટીએ આશા વ્યક્ત કરી છે કે મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારશે અને ધાર્મિક ઉત્સાહમાં સહભાગી થશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું