જુનાગઢની તક્ષા વિસરોલીયાએ અતૂટ શ્રદ્ધાથી શ્રી વિશ્વકર્મા ભગવાનની આબેહૂબ રંગોળી બનાવી

 જુનાગઢની તક્ષા વિસરોલીયાએ અતૂટ શ્રદ્ધાથી શ્રી વિશ્વકર્મા ભગવાનની આબેહૂબ રંગોળી બનાવી

કહેવાય છે કે "જ્યાં શ્રદ્ધાનો છે વિષય, ત્યાં પુરાવાની શી જરૂર છે" — આ કહેવતને હકીકતમાં સાબિત કરી બતાવ્યું છે જુનાગઢના રહેવાસી અને ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા ગુર્જર સુથાર સમાજના કમલેશભાઈ વિસરોલીયાની પુત્રી તક્ષા વિસરોલીયાએ.

તક્ષાએ પોતાની અતૂટ શ્રદ્ધા અને ભક્તિથી શ્રી વિશ્વકર્મા ભગવાનની આકર્ષક અને જીવંત રંગોળી રચી છે. આ રંગોળીનું વિશેષ મહત્વ એ છે કે તેને કુદરતી રંગોથી તૈયાર કરવામાં આવી છે, જે પર્યાવરણપ્રેમી સંદેશ પણ આપે છે.

તક્ષા હાલમાં ધોરણ ૧૧ કોમર્સમાં અભ્યાસ કરે છે અને નાની વયે જ પોતાની સર્જનાત્મકતા અને ભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રી વિશ્વકર્મા ભગવાન પ્રત્યેની તેની અખંડ ભક્તિએ તેને આ અનોખી કૃતિ સર્જવા પ્રેરણા આપી છે.

સ્થાનિક સમાજના આગેવાનો અને રહેવાસીઓએ તક્ષાની આ રચનાની પ્રશંસા કરી છે અને યુવાપેઢી માટે પ્રેરણારૂપ ગણાવી છે.

Ads 


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું