મોબાઈલ એટલે કે પરિવારમાંથી દૂર કરતું આપણને, એક અનોખું સગુ.


મોબાઈલ માં મુકાતા સ્ટેટસ સ્ટોરી કે પોસ્ટ આપણા સંબંધો માં અણગમો પેદા કરે છે, કારણકે બીજાને એવું જ લાગે છે કે આ સ્ટેટસ આપણા માટે જ આને મૂકેલું છે.

મોબાઈલ આપણો માઈન્ડને પૂરેપૂરો કંટ્રોલ કરી લે છે.

 તમે જેવું વિચારશો, ગમશે એવું જ તમને તે બતાવતો રહેશે, પણ તમને બાજુમાંથી ઉઠવા દેશે નહીં. 

જે કામ કરવા તમે ફોન લીધો હશે એ કામ તો ભુલાવી દે અને ક્યાંક બીજે જ રસ્તે ચડાવી દેશે.

મોબાઈલ આપણી નીંદર આપણો આત્મવિશ્વાસ, આપણા મન અને આપણા વિચારોને નષ્ટ કરે છે. 

મોબાઈલ આપણું પાચનતંત્ર આપણી આંખો આપણી હાથની નશો અને માઈન્ડને ડેમેજ કરે છે. 

મોબાઈલ આપણા ટાઈમ ટેબલ ને વેરવિખેર કરે છે. 

મોબાઈલ આપણી યાદશક્તિને પણ ઓછી કરે છે. 

અંતે આપણને મોબાઇલ સિવાય કોઈ પોતાનું લાગતું નથી આપણો સ્વભાવને પણ ચીડિયો કરે છે. 

30 સેકન્ડની અલગ અલગ પ્રકારની રીલ સ્ટોરી જોવાને કારણે આપણો માઈન્ડ સેટ રહેતો નથી માટે આપણા માં એકાગ્રતાનો અભાવ જોવા મળે છે .

મોબાઈલ આપણો આરામનો કરવાનો સમય પણ ખાઈ જાય છે. 

મોબાઈલ આપણને પૈસા કેમ કમાવા એના કરતા કેમ પૈસા ઉડાડવા એ વધારે શીખવાડે છે માટે આપણું બજેટ વેરવિખેર થઈ જાય છે. વધારે પડતી દેખાદેખીને કારણે હતાશા ડિપ્રેશન અને આત્મહત્યાના કેસમાં વધારો થાય છે. માટે આજથી અલાર્મ સેટ કરો કે વાગે એટલે ટાઈમ ફિનિશ.

મોબાઇલમાં આવતા ફોટા વિડિયોઝ બધું જ અર્ધ સત્ય હોય છે અને મોસ્ટલી એડીટીંગ કરેલું હોય છે એટલે એ ચોક્કસપણે ગેરમાર્ગે દોરે છે. 

મોબાઇલમાં આવતા ટેટસ વિડીયો જોવાથી, 

દુઃખનું સ્ટેટસ જોઈએ તો દુઃખી, સુખનું સ્ટેટસ જોઈએ તો સુખી, લાફીગ કરતો વીડિયો જોઈએ તો આપણે પણ હસવા માંડીએ છીએ. ક્યારેક ક્યારેક દુઃખ ના વિડીયો માં આપણને આંસુ પણ આવી જાય છે. 

પૂરેપૂરો કંટ્રોલ આપણો મોબાઇલના હાથમાં વયો ગયો છે. માટે જો આને સમયસર કામ વગર ઉપયોગમાં લીધો તો આનું પરિણામ બહુ ભયંકર આવવાનું છે.

જેમ વોશિંગ મશીન, ઘરઘંટી, મિક્સર જેવા ઇલેક્ટ્રોનિક સાધનોનો આપણે ઉપયોગ ટાઈમ ટેબલ મુજબ કરીએ છીએ એ રીતે જ જો મોબાઇલને ટાઈમ ટેબલ મુજબ કામ હોય ત્યારે જ કરવામાં આવે તો ચોક્કસપણે આનું સારું પરિણામ મળી શકે એમ છે. આ એક રસ્તો છે.

✍️ Manisha Gajjar


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું