ગીરમાં સિંહના હુમલા બાદ વન વિભાગ સતર્ક, AI કેમેરા અને થર્મલ ડ્રોનથી વધારાશે સુરક્ષા


જૂનાગઢ: ગીર વિસ્તારમાં તાજેતરમાં સિંહ દ્વારા બાલક પર થયેલા હુમલાની ઘટનાને પગલે વન વિભાગે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. વન્યજીવો તેમજ સ્થાનિક લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હવે અદ્યતન ડિજિટલ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.

વન વિભાગ દ્વારા AI આધારિત સ્માર્ટ કેમેરા, થર્મલ ડ્રોન અને નવી ચેકપોસ્ટ જેવી આધુનિક વ્યવસ્થાઓ અમલમાં મુકાઈ રહી છે. આ ટેકનોલોજીની મદદથી દિવસ ઉપરાંત રાત્રિના અંધકારમાં પણ સિંહ સહિતના વન્યજીવોની હિલચાલ પર સતત નજર રાખી શકાશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ આ નવી ઓપરેશનલ સિસ્ટમ દ્વારા વન્યજીવોની ગતિવિધિઓનું ઝડપી ટ્રેકિંગ કરી સમયસર જરૂરી કાર્યવાહી શક્ય બનશે. સાથે જ માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટનાઓમાં ઘટાડો લાવવા અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વન વિભાગે સ્થાનિક લોકોને પણ જંગલ વિસ્તાર અને સિંહોના વસવાટ નજીક સાવચેતી રાખવા તેમજ વન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. નવી ટેકનોલોજીના ઉપયોગથી ગીર વિસ્તારમાં વન્યજીવ સંરક્ષણ અને માનવ સુરક્ષા બંનેને વધુ અસરકારક બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું