કાર્યક્રમનો શુભ પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકોટ શહેર મહામંત્રી શ્રી યોગરાજસિંહ જાડેજા, કોર્પોરેટર શ્રી મનીષભાઈ ભટ્ટ, વિશ્વકર્મા સમાજના આગેવાન શ્રી પૈલેશભાઈ શિધપુરા, શ્રી રાજુભાઈ લોઢીયા (ગુજરાત પ્રદેશ અધ્યક્ષ – અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા, સોની સમાજ તથા ભાજપ અગ્રણી), શ્રી શૈલેષભાઈ હપાલિયા, શ્રી જીગ્નેશભાઈ જોષી, શ્રી વિપુલભાઈ માખેલ, શ્રીમતી માધવીબેન જોગીયા તથા શ્રીમતી જુલીબેન લોઢીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોનું પુષ્પહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન જાણીતા એન્કર શ્રીમતી ભાવનાબેન જોગીયાએ અત્યંત આત્મીયતા, સૌમ્યતા અને પ્રભાવશાળી શૈલીમાં કર્યું હતું. તેમની મધુર વાણી, અસરકારક રજૂઆત અને દરેક કાર્યક્રમને સુંદર રીતે એકબીજા સાથે સાંકળવાની કળાએ સમગ્ર કાર્યક્રમમાં વિશેષ ઉર્જા, ગૌરવ અને જીવંતતા ભરી દીધી હતી. ઉપસ્થિત મહેમાનો અને સંગીતરસિકોએ તેમના ઉત્તમ સંચાલનની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી.
કાર્યક્રમમાં કોર્પોરેટર શ્રીમતી અરુણાબેન આડેસર શ્રી રાજેશભાઈ, શ્રી અશોકભાઈ રાઠોડ સહિત સમાજના આગેવાનો, મહાનુભાવો અને મોટી સંખ્યામાં સંગીતરસિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને વધુ યાદગાર બનાવવા માટે યુવા ગાયક શ્રી અશ્વિની મહેતાએ સંજય લોઢીયા સાથે મધુર યુગલગીતોની સુંદર રજૂઆત કરી હતી, જેને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે Supporting Team તરીકે શ્રી રાજુભાઈ લોઢીયા, શ્રી મનસુર મામા ત્રિવેદી, શ્રી સુનિલભાઈ શાહ, શ્રી મુન્નાભાઈ ઠાકર, શ્રી પરેશભાઈ દવેરા તથા શ્રી સુરેશ મારુ (નિવૃત્ત A.S.I.)નો વિશેષ સહયોગ રહ્યો હતો.
કાર્યક્રમની ભવ્ય સફળતા બદલ આયોજક મંડળ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, મહેમાનો, કલાકારો, સંગીતરસિકો, સહયોગીઓ અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ ભવ્ય સંગીત સંધ્યાએ રાજકોટના સંગીતપ્રેમીઓના હૃદયમાં અવિસ્મરણીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને “A Journey of Melodies – One Man Show” શહેરના સાંસ્કૃતિક ઇતિહાસમાં એક યાદગાર અને સફળ કાર્યક્રમ તરીકે નોંધાયો છે.
