₹24ની ખામી માટે ગ્રાહકને મળ્યું ₹40 હજારનું વળતર


કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગ્રાહક હિતને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. એક ગ્રાહકે ₹24માં ખરીદેલા બે બામના ડબ્બામાંથી એક ડબ્બો ખાલી નીકળતાં ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસની લગભગ પાંચ વર્ષ સુધી સુનાવણી ચાલી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે ખાલી ડબ્બો વેચવો એ ગ્રાહક સાથેની સેવામાં ખામી હોવાનું માન્યું હતું. કોર્ટે ઉત્પાદક કંપની, વિક્રેતા અને ફાર્માસિસ્ટને જવાબદાર ઠેરવ્યા હતા.

ચુકાદા અનુસાર સંબંધિત પક્ષોને ગ્રાહકને ખરીદીના ₹24ની રકમ 7 ટકા વ્યાજ સહિત પરત ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત ગ્રાહકને થયેલા માનસિક તણાવ અને હેરાનગતિ બદલ ₹40,000નું વળતર પણ ચૂકવવાનું કોર્ટે નિર્દેશ આપ્યો છે.

આ ચુકાદો ગ્રાહકોના અધિકારોના રક્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને નાની રકમના મામલામાં પણ ગ્રાહક ન્યાય મેળવી શકે છે તેવો સ્પષ્ટ સંદેશ આપે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું